Shri Bhupendra Patel, Chief Minister of Gujarat (Official Youtube Channel)

Shri Bhupendra Rajnikant Patel was sworn-in as Gujarat’s 17th Chief Minister on September 13, 2021. Shri Bhupendrabhai Patel began his political journey as a member in Memnagar municipality and got elected as MLA from Ghatlodia constituency (Ahmedabad) in 2017 Gujarat assembly elections.


Bhupendra Patel

મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી સંગમ સમા દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવીને શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક પૂજન-અર્ચન કર્યા.

સોમનાથ મંદિરમાં મંત્રોચ્ચારના મધુર ગુંજારવ વચ્ચે સૌ નાગરિકોની સુખાકારી માટે ભોળાનાથ સમક્ષ પ્રાર્થના કરી.

7 hours ago | [YT] | 36

Bhupendra Patel

મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી સંગમ સમા દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવીને શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક પૂજન-અર્ચન કર્યા.

સોમનાથ મંદિરમાં મંત્રોચ્ચારના મધુર ગુંજારવ વચ્ચે સૌ નાગરિકોની સુખાકારી માટે ભોળાનાથ સમક્ષ પ્રાર્થના કરી.

7 hours ago | [YT] | 33

Bhupendra Patel

माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के 'डिजिटल इंडिया' विजन को साकार करते हुए आज गांधीनगर में माननीय केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह जी द्वारा केंद्र और राज्य के मंत्रीगण की उपस्थिति में Central Bank digital currency (CBDC) आधारित आधुनिक सार्वजनिक वितरण प्रणाली का गुजरात से शुभारंभ हुआ।

अंत्योदय कल्याण की भावना से शुरू हुई यह पहल से अब राशन वितरण की प्रक्रिया अधिक पारदर्शी, आधुनिक और सरल बनी है।

अब NFSA लाभार्थियों को सीधे उनके डिजिटल वॉलेट में CBDC कूपन प्राप्त होंगे, और FPS दुकानों पर अब मात्र QR कोड स्कैन कर भुगतान की सुविधा मिलेगी।

रीयल-टाइम डेटा इंटीग्रेशन से लाभार्थी, संचालक और सरकार एक सशक्त डिजिटल प्लेटफॉर्म से जुड़ेंगे।

डिजिटल भारत - डिजिटल गुजरात के इस नए युग में अंत्योदय के उत्थान के लिए केंद्र और राज्य सरकार कटिबद्ध हैं।

राज्य के NFSA लाभार्थियों को 1 किलोग्राम की सुरक्षित पैकेजिंग में उच्च गुणवत्ता वाली तुवर दाल और चना का वितरण शुरू किया गया है।

साथ ही, आधुनिक 'अन्नपूर्ति ग्रेन ATM' की शुरुआत से अब नागरिकों को राशन प्राप्त करने की सुलभ सुविधा मिलेगी।

पोषण के संकल्प को सिद्ध करते हुए आज नर्मदा जिले के गरुड़ेश्वर तालुका में 'गरिमा पोषण' अभियान हेतु सहायता राशि का चेक अर्पण किया गया।

उपभोक्ता अधिकारों को सुदृढ़ करने के लिए CERC और CareEDGE Ratings के साथ महत्वपूर्ण MoU भी किए गए, जिससे राज्य में एक पारदर्शी और जवाबदेह इकोसिस्टम विकसित होगा।

माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी और माननीय केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह जी के मार्गदर्शन में 'मिनिमम गवर्नमेंट - मैक्सिमम गवर्नेंस' का संकल्प सिद्ध हो रहा है।

तकनीक के माध्यम से आज सामान्य मानवी को अधिक पारदर्शी और कुशल सेवाएं सरलता से प्रदान करना हमारी प्राथमिकता है।

UPI की सफलता के बाद अब AI और आधुनिक डिजिटल करेंसी से सरकारी सेवाओं को 'ईजी एक्सेसिबल' बनाया जा रहा है।

टेक्नोलॉजी के इस प्रयोग से बिचौलियों की भूमिका समाप्त हुई है और हर लाभार्थी को उसका हक सीधे मिल रहा है।

सेवा परमो धर्म: के भाव से किया गया यह प्रयास विकसित गुजरात से विकसित भारत के निर्माण में सहायक सिद्ध होगा।

#DigitalBharatDigitalGujarat

13 hours ago | [YT] | 59

Bhupendra Patel

રાષ્ટ્રની ઉન્નતિ અને સાંસ્કૃતિક ગૌરવના પુનરુત્થાનમાં સાહિત્ય હંમેશા દીવાદાંડી સમાન રહ્યું છે.

આજે અમદાવાદમાં નવભારત સાહિત્ય મંદિર દ્વારા આયોજિત કાર્યક્રમમાં પત્રકાર અને લેખક શ્રી ઉદય મહુરકર દ્વારા લિખિત પુસ્તક 'મારી રાષ્ટ્ર પ્રથમની કલ્પના'ના વિમોચન પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.

આ પુસ્તક માત્ર શબ્દોનો સંગ્રહ નથી, પરંતુ દેશભક્તિ અને રાષ્ટ્રહિતને સર્વોપરી રાખવાની ભાવનાનું સચોટ પ્રતિબિંબ છે, જે વર્તમાન પેઢીને રાષ્ટ્રનિર્માણના પવિત્ર કાર્યમાં જોડાવા માટે નવી ઊર્જા પૂરી પાડશે.

આ પુસ્તક બદલ ઉદય મહુરકરજીને ખૂબ ખૂબ અભિનંદન.

1 day ago | [YT] | 100

Bhupendra Patel

Bharatiya Janata Party has recently achieved a resounding victory in the Thiruvananthapuram Municipal Corporation.

Under the “BJP for Viksit Keralam” initiative, the newly elected councillors, Panchayat representatives and party office bearers from Kerala are on a study visit to Gujarat. It was a pleasure to interact with them today in Gandhinagar.

Under the guidance of Hon’ble Prime Minister Shri Narendra Modi Ji, Gujarat has achieved remarkable success in urban development, viewing urbanisation not as a challenge but as an opportunity. This approach has opened a new chapter of ease of living for citizens.

I am sure that their visit to Gujarat, a role model in development, will inspire fresh ideas and renewed energy for building a Viksit Kerala.

1 day ago | [YT] | 66

Bhupendra Patel

14 ફેબ્રુઆરી, 2019 ના રોજ પુલવામા ખાતે થયેલા કાયરતાપૂર્ણ આતંકી હુમલામાં માતૃભૂમિની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર માઁ ભારતીના વીર જવાનોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.

તેમની શહાદત દેશવાસીઓને કર્તવ્યનિષ્ઠા સાથે રાષ્ટ્રહિત માટે સમર્પિત થવાની પ્રેરણા આપતી રહેશે.

1 day ago | [YT] | 153

Bhupendra Patel

જનકલ્યાણ પ્રત્યે સદૈવ સમર્પિત ભારતના પૂર્વ વિદેશ મંત્રી, ઓજસ્વી વક્તા, પદ્મવિભૂષણ સુષ્મા સ્વરાજજીની જન્મજયંતીએ સાદર વંદન.

રાષ્ટ્રનિર્માણનું તેમનું ચિંતન, વહીવટી કુશળતા, અને સામાન્યજનને મદદ કરવાની તેમની તત્પરતા આપણા સૌ માટે પ્રેરણાદાયી છે.

1 day ago | [YT] | 125

Bhupendra Patel

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ AMTS ના કાફલામાં આજે 28 નવી ઇલેક્ટ્રિક એસી બસોના લોકાર્પણ સાથે શહેરની પરિવહન વ્યવસ્થા વધુ આધુનિક, આરામદાયક અને પર્યાવરણલક્ષી બની છે.

આ બસોની સૌથી મોટી વિશેષતા તેની અત્યાધુનિક સુરક્ષા પ્રણાલી છે. મુસાફરોની સુરક્ષા માટે દેશમાં પ્રથમ વખત સંપૂર્ણ ઇ-બસમાં સાયબર સિક્યુરિટી અને સેફટી ઓડિટ તેમજ Fire Detection and Suppression System જેવી અદ્યતન ફાયર એલાર્મ સુવિધા અમલમાં મૂકવામાં આવી છે.

આગામી વર્ષમાં AMTS ની તમામ બસોને ઇલેક્ટ્રિક કરવાનું આયોજન છે. અમદાવાદ શહેરને પ્રદૂષણ મુક્ત અને ગ્રીન સિટી બનાવવાની દિશામાં આ એક મહત્ત્વપૂર્ણ કદમ છે.

2 days ago | [YT] | 61

Bhupendra Patel

આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ - અમદાવાદના નવનિર્મિત ભવનના લોકાર્પણ પ્રસંગે નવી પેઢીની અદભૂત સર્જનાત્મકતા અને ઊર્જાના સાક્ષી બનવાનો લ્હાવો મળ્યો.

ભવનના લોકાર્પણ બાદ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ કલા અને વિજ્ઞાન કૃતિઓ તેમજ તેમના દ્વારા વિવિધ ક્ષેત્રે પ્રાપ્ત કરેલ સિદ્ધિઓનું પ્રદર્શન નિહાળ્યું. બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ ચિત્રકલા ખૂબ જ સુંદર હતી.

આ તકે ખાસ કરીને એવા દીકરા-દીકરીઓને મળીને ખૂબ જ આનંદ થયો જેમણે રમતગમત અને શિક્ષણ જેવા વિવિધ ક્ષેત્રોમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે વિજેતા બનીને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

2 days ago | [YT] | 65

Bhupendra Patel

લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલે 1925માં અમદાવાદ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો પાયો નાંખ્યો હતો, અને આજે આ સંસ્થા વટવૃક્ષ બનીને અનેક વિદ્યાર્થીઓના જીવનને પ્રકાશિત કરી રહી છે.

આ સંસ્થાની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત શતાબ્દી મહોત્સવ કાર્યક્રમમાં સહભાગી બની સૌ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાનો અવસર ઘણો હર્ષપૂર્ણ રહ્યો.

આ અવસરે રૂ. 11 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ અદ્યતન સ્કૂલ બોર્ડ ભવનનું લોકાર્પણ કર્યું. આ ભવન આવનારા સમયમાં શહેરની શાળાઓમાં શિક્ષણને નવી દિશા આપશે.

સાથે જ, શહેરના બાળકોને અત્યાધુનિક સુવિધાઓ મળે તે હેતુથી અંદાજે રૂ. 16 કરોડના ખર્ચે નિર્માણ થયેલ 15 જેટલી સ્માર્ટ અનુપમ શાળાઓનું પણ આજે લોકાર્પણ સંપન્ન થયું.

આજના કાર્યક્રમમાં શહેરની વિવિધ શાળાઓમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનારા શ્રેષ્ઠ શિક્ષકો તથા શ્રેષ્ઠ અનુપમ શાળાઓનું સન્માન કરવાનો અવસર મળ્યો.

આ ઉપરાંત, અમદાવાદના SG હાઇવેને અર્બન-ગ્રીન હાઇવે તરીકે ડેવલપ કરવા માટે અમદાવાદ અને ગાંધીનગર કોર્પોરેશન તેમજ UNM ફાઉન્ડેશન વચ્ચે MoU સંપન્ન થયા.

ઘણા આનંદની વાત છે કે કોર્પોરેશન અને સરકારના સહિયારા પ્રયાસોથી મ્યુનિસિપલ શાળાઓમાં શિક્ષણનું સ્તર સમયને અનુરૂપ સતત અપગ્રેડ થઈ રહ્યું છે.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ અમલી બનેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 આજે દેશ અને ગુજરાતના યુવાધનને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા સક્ષમ બનાવી રહી છે.

રાજ્યમાં સ્માર્ટ શાળાઓ, ટેકનોલોજી આધારિત શિક્ષણ તેમજ સરકારની શૈક્ષણિક યોજનાઓ થકી વિદ્યાર્થીઓને શીખવાની વધુમાં વધુ તકો પ્રાપ્ત થઈ રહી છે.

વિદ્યાર્થીઓને આજે સરકારી શાળાઓમાં ખાનગી શાળાઓ સમકક્ષ સુવિધા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહ્યું છે અને આ શાળાઓમાં નામાંકન દર ઊંચો આવ્યો છે.

સરદાર સાહેબના આદર્શોને અનુસરીને તેમજ મોદીજીના માર્ગદર્શનમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણથી રાષ્ટ્રનિર્માણની પરંપરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આગામી સમયમાં પણ અવિરત ચાલુ રહેશે તેવો વિશ્વાસ છે.

શતાબ્દી વર્ષની ઉજવણીના આ અવસરે ખૂબ ખૂબ અભિનંદન.

2 days ago | [YT] | 61