Shri Bhupendra Patel, Chief Minister of Gujarat (Official Youtube Channel)
Shri Bhupendra Rajnikant Patel was sworn-in as Gujarat’s 17th Chief Minister on September 13, 2021. Shri Bhupendrabhai Patel began his political journey as a member in Memnagar municipality and got elected as MLA from Ghatlodia constituency (Ahmedabad) in 2017 Gujarat assembly elections.
Bhupendra Patel
Delighted to welcome the high-level delegation led by Mayor Richard Parker of the West Midlands Combined Authority on their first visit to Gujarat after the historic India–UK Trade Deal.
Under the visionary leadership of Hon’ble Prime Minister Shri Narendra Modi, India has emerged as a trusted global partner, and Gujarat continues to lead as a global investment and innovation hub.
The delegation expressed strong interest in collaboration across higher education, green economy & EVs, AI, advanced manufacturing, skill development, and sports infrastructure, including support for the Commonwealth Games ecosystem.
A Gujarat–West Midlands Joint Working Group will be formed, with iNDEXTb as the nodal agency, to deepen coordination and accelerate partnerships.
Invited the delegation to participate in the upcoming Vibrant Gujarat Summit to further strengthen our shared vision for innovation-led growth and global collaboration.
17 hours ago | [YT] | 112
View 1 reply
Bhupendra Patel
જય જિનેન્દ્ર
સુરત ખાતે પરમ પૂજ્ય શ્રીમદ્ વિજય યશોવર્મસૂરીશ્વરજી મહારાજ સાહેબના 'ગચ્છાધિપતિ' પદપ્રદાનના દિવ્ય અવસરે ઉપસ્થિત રહેવાની ક્ષણ આધ્યાત્મિક ઊર્જાનો સંચાર કરનારી બની રહી.
આ પાવન પ્રસંગે પૂજ્ય મહારાજ સાહેબના જીવનકવનને દર્શાવતી પુસ્તિકાનું વિમોચન કર્યું અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યાં.
પૂજ્ય મહારાજ સાહેબના તપ, ત્યાગ અને સંયમની આ ઉચ્ચાવસ્થા સમાજને હંમેશા સત્ય અને અહિંસાના માર્ગે ચાલવાની પ્રેરણા આપતી રહેશે.
17 hours ago | [YT] | 56
View 1 reply
Bhupendra Patel
સ્માર્ટ સિટી સુરત ખાતે સાહિત્ય, કલા અને પ્રકૃતિના અનોખા સંગમ સમાન સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળાનું ઉદ્ઘાટન માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલજી ની ઉપસ્થિતિમાં કર્યું.
આ મેળા દ્વારા સુરતના આંગણે જ્ઞાનની સરવાણી વહેશે. આ મહોત્સવ માત્ર એક પ્રદર્શન નથી પરંતુ આપણી યુવા પેઢીને પુસ્તકો સાથે મૈત્રી કરવા માટેનું એક ઉત્તમ માધ્યમ પણ છે.
પુસ્તક મેળાની સાથે સાથે અહીં ‘સુમન રાષ્ટ્રીય બાગાયત મેળો અને ફ્લાવર શો’ તેમજ ‘શિલ્પગ્રામ મેળા’નું પણ સુંદર આયોજન થયું છે.
22 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી ચાલનારા આ મહોત્સવમાં શહેરના નાગરિકોને કલા-સંસ્કૃતિ અને પ્રકૃતિની ભવ્યતાના દર્શન થશે.
સૌ સુરતવાસીઓ અને ખાસ કરીને યુવાઓ જરૂરથી આ જ્ઞાનના કુંભમેળા સમાન પુસ્તક મેળાની મુલાકાત લેશો.
21 hours ago | [YT] | 89
View 0 replies
Bhupendra Patel
પ્રદેશ ભાજપ કાર્યાલય - શ્રી કમલમ્માં માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજીનું ભવ્ય સ્વાગત કર્યું. પક્ષના સૌ કર્મઠ સાથીઓની ઊર્જાથી વાતાવરણ ચેતનવંતું બની ગયું.
આ પ્રસંગે ભારતમાતા તથા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને નમન કરીને "નેશન ફર્સ્ટ"ના સંકલ્પને દોહરાવ્યો.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં વિકસિત ગુજરાતના નિર્માણ થકી શ્રેષ્ઠ યોગદાન આપવાનું આહવાન સૌને કર્યું.
1 day ago | [YT] | 91
View 2 replies
Bhupendra Patel
આપ સૌને વિશ્વ માતૃભાષા દિવસની હાર્દિક શુભકામનાઓ.
માતૃભાષા એ આપણા વિચારોની અભિવ્યક્તિ અને સંસ્કારોની જનની છે. જેમ બાળક માતાના ખોળામાં સૌથી વધુ સુરક્ષિત અનુભવે છે, તેમ માતૃભાષામાં વ્યક્ત થતા ભાવો સૌથી વધુ અસરકારક અને આત્મીય હોય છે.
આપણું ભારત વિવિધ ભાષાઓના અમૂલ્ય વારસાથી સમૃદ્ધ છે. આપણી ગુજરાતી ભાષા લોકસાહિત્યના ગૌરવથી લઈને અર્વાચીન સાહિત્યના વૈભવ સુધી વિસ્તરી છે. તેની મીઠાશ અને સમૃદ્ધિ વિખ્યાત છે.
આવો, આપણે આપણી માતૃભાષાના ગૌરવને વધુ પ્રદીપ્ત કરીએ અને નવી પેઢીમાં માતૃભાષાના સંસ્કારોનું સિંચન કરી તેના સંવર્ધન માટે સંકલ્પબદ્ધ થઈએ.
#InternationalMotherLanguageDay
2 days ago | [YT] | 125
View 1 reply
Bhupendra Patel
ભારતીય જનતા પાર્ટીના માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજીએ અમદાવાદ ખાતે ગુજરાત ભાજપના સંસદસભ્યો તેમજ ધારાસભ્યોની બેઠકને સંબોધિત કરીને સંગઠાત્મક માર્ગદર્શન આપ્યું હતું.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા માટે ભાજપ પરિવાર પુરુષાર્થની પરાકાષ્ઠા કરે તેવું આહવાન તેમણે કર્યું હતું.
2 days ago | [YT] | 117
View 2 replies
Bhupendra Patel
आज गुजरात प्रदेश भाजपा के लिए गौरव और आनंद का अवसर है।
विश्व की सबसे बड़ी लोकतांत्रिक राजनीतिक पार्टी के सबसे युवा वय के राष्ट्रीय अध्यक्ष का कार्यभार संभालने के बाद आदरणीय श्री नितिन नवीन जी पहली बार गुजरात पधारे हैं, तब पार्टी के सभी कर्मठ साथियों के साथ मिलकर उनका गुजरात में हार्दिक स्वागत किया।
आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में आज हम विकसित भारत के निर्माण की दिशा में आगे बढ़ रहे हैं, तब राष्ट्र के विकास और जनकल्याण के कार्यों में भाजपा कार्यकर्ताओं के पुरुषार्थ का अत्यधिक योगदान रहने वाला है।
माननीय श्री नितिन नवीन जी के मार्गदर्शन में भाजपा संगठन की शक्ति का विस्तार होगा और देश की विकास यात्रा को नई ऊर्जा मिलेगी ऐसा मुझे विश्वास है।
#સુસ્વાગતમ્_નીતિન_નવીનજી
2 days ago | [YT] | 103
View 0 replies
Bhupendra Patel
મહાન સ્વાતંત્ર્ય સેનાની, અગ્રણી સમાજ સુધારક, મહાત્મા ગાંધીજીના રાજકીય ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલેજીની પુણ્યતિથિએ વિનમ્ર શ્રદ્ધાંજલિ.
રાષ્ટ્રસેવા અને શિક્ષણના પ્રસાર માટે તેમણે આપેલું યોગદાન અવિસ્મરણીય છે. સ્વરાજ તેમજ જનસેવા પ્રત્યેનું તેમનું સમર્પણ અને તેમના ઓજસ્વી વિચારો દેશવાસીઓ માટે સદાય માર્ગદર્શક રહેશે.
4 days ago | [YT] | 106
View 1 reply
Bhupendra Patel
હિન્દવી સ્વરાજના પ્રણેતા, કુશળ વહીવટકર્તા અને પ્રજાવત્સલ શાસક છત્રપતિ શિવાજી મહારાજની જયંતીએ સાદર વંદન.
અપ્રતિમ સાહસ અને રાષ્ટ્રભક્તિથી માતૃભૂમિનું ગૌરવ વધારનાર વીર શિરોમણી શિવાજી મહારાજનું જીવન આપણને સ્વાભિમાન અને સામર્થ્યનો પથ બતાવે છે.
તેમના આદર્શો દેશવાસીઓ માટે રાષ્ટ્રપ્રેમ અને કર્તવ્યનિષ્ઠાના માર્ગ પર સદૈવ માર્ગદર્શક બની રહેશે.
4 days ago | [YT] | 116
View 1 reply
Bhupendra Patel
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક માધવરાવ સદાશિવરાવ ગોળવલકરજી "શ્રી ગુરુજી" ની જન્મજયંતીએ સ્મરણાંજલિ.
તેમણે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રની સેવા, સંગઠન અને સાંસ્કૃતિક ચેતના જગાડવા માટે સમર્પિત કર્યું હતું.
ગુરુજીના રાષ્ટ્રવાદ અને સમાજ ઉત્થાનના વિચારો એક સશક્ત અને પરમ વૈભવશાળી ભારત નિર્માણના માટે પ્રેરણાદાયી છે.
4 days ago | [YT] | 95
View 2 replies
Load more